અરવલ્લી
Trending
કિડીયાત ગામના ગરીબ પરિવારોને હજુ સુધી મકાન સહાય નહીં, વરસાદી મોસમમાં હાલત ગંભીર.
વારંવાર રજૂઆત છતાં તંત્રનો પ્રતિસાદ નહીં; ગામલોકોમાં ભારે નારાજગી, તાત્કાલિક સહાયની માગણી.
બ્રેકિંગ ન્યૂઝ અરવલ્લી (મોડાસા)
સ્થળ: અરવલ્લી જિલ્લા, મોડાસા તાલુકો, કિડીયાત ગામ
કિડીયાત ગામમાં કેટલાક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના મકાન તૂટી પડ્યા છતાં સરકાર તરફથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની મકાન સહાય પ્રાપ્ત થઈ નથી.
તાલુકા માંથી પંચાયતમાં અને પંચાયત માં થી તાલુકામાં એમ ગોળગોળ ફેરવે છે.
ગામલોકોના જણાવ્યા મુજબ, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. વરસાદી મોસમને કારણે હાલત વધુ ખરાબ બનતા ગામલોકોમાં ભારે નારાજગી છે.
ગામલોકોની માગણી છે કે તાત્કાલિક મકાન સહાય મળી રહે જેથી તેઓને પોતાના પરિવાર સાથે સલામત છત મળી રહે.
રીપોર્ટર :- પગી હરીશભાઇ.