ગુજરાત
Trending
ગોધરા LCBની મોટી કાર્યવાહી: વિદેશી દારૂનો 31.75 લાખ નો મુદ્દામાલ ઝડપાયો.
ઓરવાડ ગામ નજીક ટ્રકમાંથી વિદેશી દારૂ કબજે, રમજાન યાકુફ ચરખા સહિત 6 લોકો સામે પોલીસ કાર્યવાહી

તારીખ -15/09/2025 શનિવાર
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા નાં દાહોદ હાઇવે પર ઓરવાડ ગામ પાસે મોરવા હડફ વાયા સત્રોળ થી ગોધરા તરફ આવતી ટ્રક ચોક્કસ માહિતિ અને બાતમી મળતા ગોધરા LCB ટીમ વોચ ગોઠવી દેવામાં આવી હતી. આ ટ્રક માં બાતમી આધારે LCB police ટીમ વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. તેમા વિદેશી દારૂ ની કિંમત 2168832 નો મુદ્દામાલ કબજે કરવા માં આવ્યો છે. તથા દારૂ ની બોટલ તથા LP ટ્રક અને એક મોબાઈલ કુલ મળી ને 31.75 લાખ નો મુદ્દામાલ ગોધરા તાલુકા ના એલસીબી પોલીસે દ્વારા કબજે કરવાં માં આવ્યો છે. ગોધરા માં રહેતાં વેજલપુર રોડ પર રગડિયા કોર્ટ પાસે રમજાન યાકુફ ચરખા તથા તેની સાથે છ લોકો સામે ની પોલિસ ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર – પંકજસિંહ પરમાર (કાલોલ પંચમહાલ)

