
મહીસાગર બ્રેકિંગ ન્યૂઝ
ખેરોલીથી લીંબોડા જતો માર્ગ વર્ષોથી લોકો માટે દુઃખદાયક સમસ્યાનો વિષય બન્યો છે.
આ રસ્તો ગામના બાળકો શાળાએ જવા, દૂધ ડેરી પહોંચાડવા, રોજિંદા ખાદ્ય સામાન તથા શાકભાજી લાવા-લઈ જવા માટે એકમાત્ર માર્ગ છે. કોઈ વ્યક્તિ બીમાર પડે તો આ જ માર્ગ પરથી 108 એમ્બ્યુલન્સ કે પ્રાઇવેટ વાહન જઈ શકતા નથી – જેના કારણે ગામલોકો ભારે મુશ્કેલી અનુભવે છે.
ગામના વડીલોના જણાવ્યા અનુસાર વર્ષ 2013 થી આ સમસ્યા સતત યથાવત છે. પંચાયત બોડીમાં સભ્ય તરીકે પોતે વર્ષો સુધી રહ્યા હોવા છતાં કોઈ પણ સરકારશ્રી કે પંચાયત દ્વારા આ રસ્તાની કાળજી લેવામાં આવી નથી.
ગામલોકોની સ્પષ્ટ માંગ છે કે આ માર્ગને તરત જ આર.સી.સી. રોડ કે બ્લોક રોડ બનાવી જાહેર મંજૂરી આપવામાં આવે. સરપંચ તથા સંબંધિત અધિકારીઓએ આ બાબતે સરકારને તાત્કાલિક જાણ કરવાની ગામ લોકો માંગ કરી રહ્યા છે.

