આત્મનિર્ભર ભારત તરફ એક ડગલું: મહિલા મોરચા મહામંત્રી શિલ્પાબેન બ્રહ્મભટ્ટની સૃતિમૈય સીવણ ક્લાસિસની મુલાકાત.
કનકાપુરાની બહેનોને આત્મનિર્ભર બનાવતું સૃતિમૈય સીવણ ક્લાસ – શિલ્પાબેન બ્રહ્મભટ્ટે કરી પ્રોત્સાહક મુલાકાત
આણંદ જિલ્લા મહિલા મોરચા મહામંત્રીશ્રી શિલ્પાબેન બ્રહ્મભટ્ટની સૃતિમૈય સીવણ કલાસીસની મુલાકાત
એક ડગલું આત્મનિર્ભર ભારતને સાર્થક કરતુ જો કોય કાર્ય કરી રહ્યું હોય તો તે કાર્ય કનકાપુરા મા આવેલા સૃતિમૈય સીવણ ક્લાસીસમાં શ્રી સુરેશભાઈ પરમાર, શ્રી ગીતાબેન અને શ્રી મનીષાબેન કરી રહ્યા છે, સુરેશભાઈએ સેવાની ભાવના સાથે એક ઉમદા વિચાર સમાજ સામે મુક્યો કે મારે કંકાપુરાજ નહિ પરંતુ આજુ બાજુ ગામની બહેન દીકરીઓ ને વિનામૂલ્યે સીવણની તાલીમ આપી આત્મનિર્ભર બનાવી સમાજમાં બહેનોને પગભેર બનાવવી છે, આવા ઉમદા હેતુને આજુ બાજુ ગામના નાગરિકો,સરપંચો, જેનાથી જેટલી મદદ દાન સ્વરૂપે થાય તેટલી કરી છે. પરંતુ અત્યારે ત્રણ બેચમા દીકરીઓ ની સંખ્યા એકસો સાઈઠ થતા વધુસિવણ મશીનોની જરૂર પડેલ છે જેથી કોઈપણ વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે સુરેશભાઈને કેસ અથવા ગૂગલપે થી મદદ કરી શકોછો. આવાજ ઉમદા હેતુથી આણંદ જિલ્લા મહિલા મોરચા ના મહામંત્રીશ્રી શિલ્પાબેન બ્રહ્મભટે સીવણક્લાસની મુલાકાર લઈને તેમના તરફથી અને સરકાર તરફથી જરૂરી તમામ મદદની ખાત્રી આપી, શ્રીગીતાબેન પરમારે બહેનશ્રીનું કલગી આપી સ્વાગત કર્યું.
